Indian Post Payment Bank Recruitment: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદો પર આવી નવી નોકરી ! વધુ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

Indian Post Payment Bank Recruitment: ભારત સરકારના ડાક વિભાગ હેઠળ આવતી ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (Indian Post Payment Bank – IPPB) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રામીણ ડાક સેવક તરીકે એક્ઝિક્યુટિવના કુલ 348 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર છો અને સરકારી નોકરીની તક શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સોનેરી તક બની શકે છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2025 રાખવામાં આવી છે. ઉમેદવારોએ આ તારીખ પહેલા અરજી કરી દેવી જરૂરી છે.

અગત્યની તારીખો

આ ભરતી માટેની અરજી 9 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને 29 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખની રાહ જોતા નહીં અને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરે.

પ્રક્રિયાતારીખ
અરજી શરૂ થવાની તારીખ9 ઓક્ટોબર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ29 ઓક્ટોબર 2025

પદોના નામ અને જગ્યાઓ

આ ભરતી અંતર્ગત કુલ 348 જગ્યાઓ માટે ગ્રામીણ ડાક સેવક (GDS) તરીકે એક્ઝિક્યુટિવ પદ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ લેવામાં આવશે.

પદનું નામજગ્યાઓની સંખ્યા
એક્ઝિક્યુટિવ (ગ્રામીણ ડાક સેવક)348

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (Graduation) ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોએ રેગ્યુલર, ડિસ્ટન્સ કે લર્નિંગ કોઈપણ મોડથી ગ્રેજ્યુએશન કર્યું હોય તો તે માન્ય ગણાશે. આ ભરતી માટે કોઈપણ પ્રકારનો અનુભવ ફરજિયાત નથી, એટલે તાજા ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા

ઉમેદવારની વય 1 ઓગસ્ટ 2025 મુજબ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

પગારધોરણ

આ પોસ્ટ માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 30,000 સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. બેંકના નિયમો અનુસાર વધારાની પ્રોત્સાહન રકમ (Incentive) પણ મળી શકે છે.

અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 750 નક્કી કરવામાં આવી છે, જ્યારે SC, ST અને PwD કેટેગરી માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

કેટેગરીઅરજી ફી
General / OBC / EWS₹750
SC / ST / PwD₹0

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી તેમની ગ્રેજ્યુએશનના માર્ક્સના આધારે કરવામાં આવશે. જો બેંકને જરૂરી લાગે તો ઓનલાઈન ટેસ્ટ અથવા ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવી શકે છે. પસંદગી પછી ઉમેદવારને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારે રાખવામાં આવશે, જેને આગળ એક વર્ષ માટે વધારવાની સંભાવના રહેશે.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. ઉમેદવારોને સૌપ્રથમ ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.ippbonline.com પર જવું પડશે. પછી “Current Openings” વિભાગમાં જઈ “Engagement of Gramin Dak Sevak from Department of Post to IPPB as Executive” લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ “Apply Now” વિકલ્પ પસંદ કરી IBPS ની વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરવું. જો ઉમેદવાર પહેલેથી રજિસ્ટર હોય તો પોતાના રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકે છે. નવા ઉમેદવારોએ “New Registration” પર ક્લિક કરી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવી પડશે. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ફી ભર્યા બાદ ફોર્મ ફાઈનલ સબમિટ કરવું.

મહત્વપૂર્ણ લિંક્સ

  • અધિકૃત વેબસાઈટ: www.ippbonline.com
  • ઓનલાઈન અરજી કરવા માટે: Apply Now (લિંક 9 થી 29 ઓક્ટોબર વચ્ચે સક્રિય રહેશે)

અંત માં કહીએ તો, ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે જેમાં કોઈ પરીક્ષા વગર સીધા ગ્રેજ્યુએશનના માર્ક્સ પરથી પસંદગી થશે. જો તમે પણ સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક અરજી કરો.

Leave a Comment